- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
AFCAT 2/2025 Recruitment 2025
AFCAT 2/2025 Recruitment 2025 : ભારતીય વાયુસેના (IAF) દ્વારા AFCAT
2/2025 અને NCC સ્પેશિયલ એન્ટ્રી હેઠળ કમિશન્ડ ઑફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નૉન-ટેકનિકલ) બ્રાન્ચમાં થશે. ઓનલાઈન અરજીઓ 02 જૂન 2025 (સવારે 11:00 કલાકે) થી 01 જુલાઈ 2025 (રાત્રે 11:30 કલાકે) સુધી સ્વીકારવામાં આવશે. લાયક ઉમેદવારો afcat.cdac.in દ્વારા અરજી કરી શકે છે. કોર્સ જુલાઈ 2026માં શરૂ થશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
આ લેખમાં અમે AFCAT 2/2025 ભરતીની ખાલી જગ્યાઓ,
લાયકાત,
ઉંમર મર્યાદા,
પસંદગી પ્રક્રિયા,
અગત્યની તારીખો,
અરજી ફી અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું. આખો લેખ વાંચો!
આ પણ વાંચો: ISRO VSSC ભરતી 2025: ટેકનિકલ આસિસ્ટન્ટ,
સાયન્ટિફિક આસિસ્ટન્ટ સહિત 83 જગ્યાઓ માટે ભરતી
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | ભારતીય વાયુસેના (IAF) |
પરીક્ષાનું નામ | AFCAT 2/2025 અને NCC સ્પેશિયલ એન્ટ્રી |
બ્રાન્ચ | ફ્લાઈંગ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ/નૉન-ટેકનિકલ) |
પદ | કમિશન્ડ ઑફિસર |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
કોર્સ શરૂ થવાની તારીખ | જુલાઈ 2026 |
AFCAT 2/2025 Recruitment 2025 ખાલી જગ્યા
ભારતીય વાયુસેનાએ AFCAT 2/2025 ભરતી હેઠળ ફ્લાઈંગ બ્રાન્ચ,
ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નૉન-ટેકનિકલ) અને NCC સ્પેશિયલ એન્ટ્રી માટે કુલ 284 જગ્યાઓ જાહેર કરી છે. ચોક્કસ ખાલી જગ્યાઓની વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
AFCAT 2/2025 Recruitment 2025 લાયકાત
શૈક્ષણિક લાયકાત:
- ફ્લાઈંગ બ્રાન્ચ: 10+2માં ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ઓછામાં ઓછા 50%
ગુણ સાથે પાસ અને કોઈપણ ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએશન (ન્યૂનતમ 3
વર્ષનો કોર્સ) 60% ગુણ સાથે અથવા BE/B.Tech (4 વર્ષનો કોર્સ) 60%
ગુણ સાથે.
- ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ): એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં ન્યૂનતમ 4
વર્ષની ગ્રેજ્યુએશન અથવા ઇન્ટિગ્રેટેડ પોસ્ટ-ગ્રેજ્યુએશન 60%
ગુણ સાથે.
- ગ્રાઉન્ડ ડ્યુટી (નૉન-ટેકનિકલ): કોઈપણ ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએશન (ન્યૂનતમ 3
વર્ષનો કોર્સ) 60% ગુણ સાથે.
- NCC
સ્પેશિયલ એન્ટ્રી (ફ્લાઈંગ): NCC
એર વિંગ સિનિયર ડિવિઝન ‘C’ સર્ટિફિકેટ અને ઉપરોક્ત ફ્લાઈંગ બ્રાન્ચની લાયકાત.
ઉંમર મર્યાદા:
બ્રાન્ચ | ઉંમર મર્યાદા |
---|---|
ફ્લાઈંગ બ્રાન્ચ | 20 થી 24 વર્ષ (02 જુલાઈ 2002 અને 01 જુલાઈ 2006 વચ્ચે જન્મેલા) |
ફ્લાઈંગ બ્રાન્ચ (CPL સાથે) | 26 વર્ષ સુધી |
ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ/નૉન-ટેકનિકલ) | 20 થી 26 વર્ષ (02 જુલાઈ 2000 અને 01 જુલાઈ 2006 વચ્ચે જન્મેલા) |
નોંધ: અનામત વર્ગો (SC/ST/OBC/PwD) માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ થશે. ચોક્કસ વિગતો માટે નોટિફિકેશન તપાસો.
અરજી ફી
એન્ટ્રી પ્રકાર | ફી |
---|---|
AFCAT એન્ટ્રી | ₹550 + GST (નૉન-રિફંડેબલ) |
NCC સ્પેશિયલ એન્ટ્રી | ફી નહીં |
AFCAT 2/2025 Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
AFCAT 2/2025 ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:
- લેખિત પરીક્ષા: ઑનલાઈન AFCAT
પરીક્ષા (ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી માટે) અને EKT
(ટેકનિકલ બ્રાન્ચ માટે).
- AFSB
ઈન્ટરવ્યૂ: એર ફોર્સ સિલેક્શન બોર્ડ દ્વારા સ્ટેજ-1
(સ્ક્રીનિંગ) અને સ્ટેજ-2 (સાયકોલોજિકલ ટેસ્ટ, ગ્રુપ ટેસ્ટ,
ઈન્ટરવ્યૂ, CPSS ટેસ્ટ-ફ્લાઈંગ બ્રાન્ચ માટે).
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન: શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી.
- મેડિકલ ટેસ્ટ: IAF
ધોરણો મુજબ શારીરિક તપાસ.
AFCAT 2/2025 Recruitment 2025 પરીક્ષા પેટર્ન
AFCAT પરીક્ષા (ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી માટે)
વિગત | માહિતી |
---|---|
સમયગાળો | 2 કલાક |
વિષયો | જનરલ નોલેજ, વર્બલ એબિલિટી, ન્યૂમેરિકલ એબિલિટી, રીઝનિંગ અને મિલિટરી એપ્ટિટ્યૂડ |
ગુણ | 300 |
EKT – એન્જિનિયરિંગ નોલેજ ટેસ્ટ (ટેકનિકલ બ્રાન્ચ માટે)
વિગત | માહિતી |
---|---|
સમયગાળો | 45 મિનિટ |
વિષયો | મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ |
ગુણ | 150 |
AFCAT 2/2025 Recruitment 2025 મહત્વની તારીખો
વિગત | તારીખ |
---|---|
નોટિફિકેશન જાહેર થવાની તારીખ | 27/05/2025 |
અરજી શરૂ થવાની તારીખ | 02/06/2025 (11:00 AM) |
અરજીની છેલ્લી તારીખ | 01/07/2025 (11:30 PM) |
કોર્સ શરૂ થવાની તારીખ | જુલાઈ 2026 |
AFCAT 2/2025 ભરતી માટે ઓનલાઈન અરજી કરવા નીચેના પગલાં અનુસરો:
- વેબસાઈટ પર જાઓ: IAFની આધિકારિક વેબસાઈટ afcat.cdac.in પર જાઓ.
- રજીસ્ટ્રેશન: “Candidate
Login” પર ક્લિક કરીને માન્ય ઈમેઈલ ID અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરો.
- ફોર્મ ભરો: વ્યક્તિગત વિગતો,
શૈક્ષણિક લાયકાત અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- ફી ચૂકવો: AFCAT
એન્ટ્રી માટે ₹550 + GST ઑનલાઇન ચૂકવો (ડેબિટ કાર્ડ,
ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI દ્વારા).
- ફોર્મ સબમિટ કરો: ફોર્મ ચકાસીને સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
જરૂરી ડૉક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો.
- સહી.
- આધાર કાર્ડ.
- 10+2 માર્કશીટ (ગણિત અને ભૌતિકશાસ્ત્રના ગુણ સાથે).
- ગ્રેજ્યુએશન/પોસ્ટ-ગ્રેજ્યુએશનની માર્કશીટ.
- NCC સિનિયર ડિવિઝન ‘C’
સર્ટિફિકેટ (NCC એન્ટ્રી માટે).
- વાલિડ CPL
(ફ્લાઈંગ બ્રાન્ચ CPL ઉમેદવારો માટે).
- મોબાઈલ નંબર.
- ઈમેઈલ ID.
અરજી મોકેલવાની લિંક
વિગત | લિંક |
---|---|
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ | Click Here |
ઓફિશિયલ નોટિફિકેશન | Click Here |
ઓનલાઈન અરજી | Click Here |
ઓફિશિયલ વેબસાઈટ | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ | Click Here |
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment